ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં જાહેરમાં ગંદકી કરતા ઇસમો તેમજ શેરી ફેરિયાઓ પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.

આજરોજ તા. ૦૧/૧૧/૨૦૨૫ ના રોજ ભુજ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જાહેરમાં ગંદકી કરતા ઇસમો તેમજ શેરી ફેરિયાઓને દંડ કરવામાં આવેલ હતું અંદાજીત રૂ. ૬૦૦૦/-જેટલો દંડ વસુલવામાં આવ્યું હતું. સીંગલ યુઝ પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરી હજુ આગળ પણ ચાલુ રહેશે જેથી કરીને શહેરીજનોને તેમજ લારી ગલ્લા વાળા તેમજ દુકાનદારોને જાહેરમાં ગંદકી ના કરવા અપીલ કરવામાં આવે છે અન્યથા હજુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે