આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ રતનાલ અને સુખપર જીલ્લા પંચાયત બેઠકો પર નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમો યોજાયા
આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આજરોજ જીલ્લા પંચાયતની બે બેઠકો રતનાલ અને સુખપર બેઠકો પર નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમો યોજાયા હતા જેને સંબોધતા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્ર માટે આત્મનિર્ભરતાથી મોટી કોઈ શક્તિ નથી. ભારતને આર્થિક ક્ષેત્રે આસમાની ઊંચાઈઓના લક્ષ્યાંક સુધી પહોંચાડવા માટે મોદીજી દ્વારા પથ પ્રદર્શિત થયેલા સ્વદેશી અપનાવો અભિયાનના માધ્યમથી જ સશક્ત, સ્વાવલંબી ભારતનું નિર્માણ શક્ય બનશે.
રતનાલ ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે વિશ્વની મોટી મહાસત્તા બનવા તરફ આગેકૂચ કરી રહેલા ભારત માટે હવેનો સમય પોતાની શક્તિ અને કૌશલ્યને પિછાણીને વધુમાં વધુ સ્થાનિક ઉત્પાદનોના સ્ત્રોતો ઊભો કરવાનો છે.
સુખપર ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે “સ્વ માં જ સૃષ્ટિ, દેશમાં જ દ્રષ્ટિ” એવો અભિગમ અપનાવીને આપણે સૌએ ભારતને એક નવી દિશા તરફ લઈ જવાનું છે ત્યારે સતત સ્વદેશીનો આગ્રહ રાખીએ અને એ અનુસંધાને આગામી બે દાયકાનું ઉત્કૃષ્ટ આયોજન કરીએ.
રતનાલ ખાતેના સમારોહમાં ત્રિકમદાસજી મહારાજે આશિર્વચન પાઠવ્યા હતા તેમજ પીઢ જનસંઘી પ્રેમજીભાઈ ઠક્કરને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાગત પ્રવચન જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઈ છાંગાએ, આભારવિધિ અને સંકલ્પ ગ્રહણ અંજાર તાલુકા ભાજપ ઉપપ્રમુખ શામજીભાઈ બરાડિયા દ્વારા જ્યારે સંચાલન અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ આહિરે કર્યું હતું.
આ સંમેલનમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સહ ઇન્ચાર્જ હિતેશભાઈ ખંડોર, જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ જાટીયા, અંજાર તાલુકા પંચાયત અધ્યક્ષ શોભનાબા જાડેજા, ઉપાધ્યક્ષ ભુરાભાઈ છાંગા, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ આહિર, મહામંત્રી રૂપાભાઇ રબારી, રતનાલ સરપંચ સરીયાબેન વરચંદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુખપર જીલ્લા પંચાયત બેઠક પર સ્નેહમિલન સમારોહમાં જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જીલ્લા પંચાયત સદસ્ય મનિષાબેન વેલાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંચાલન મનજીભાઈ હાલાઈએ જ્યારે આભારવિધિ અને સંકલ્પવિધી ભુજ તાલુકા ભાજપ અધ્યક્ષ ભીમજીભાઈ જોધાણીએ કર્યા હતા.
આ સંમેલનમાં ભુજ તાલુકા પંચાયત અધ્યક્ષ વિનોદભાઈ વરસાણી, સત્તાપક્ષ નેતા રમેશભાઈ ગઢવી, તાલુકા પંચાયત સદસ્યો મનજીભાઈ ખેતાણી, મંજુલાબેન ભંડેરી, જિલ્લા ભાજપ કિસાન મોરચા મહામંત્રી લાલજીભાઈ વાઘાણી, અગ્રણીઓ પ્રવિણભાઈ પિંડોરીયા, મનજીભાઈ ગોરસીયા, દેવજીભાઈ રાબડીયા, રમેશભાઈ ભુડીયા, હરેશભાઈ ભંડેરી, માવજીભાઈ રાબડીયા, અમૃતબેન ગોરસીયા સહિતના ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.