ભુજમાં રેજન્ટા હોટલથી નળ સર્કલ જતા રોડ નજીકથી માદક પદાર્થ ગાંજાના કુલ કિ.રૂ. ૯૭,૮૫૦/- ના નાર્કોટીક્સના મુદ્દામાલ સાથે ૦૨ આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ-ભજ

અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા.અમદાવાદનાઓનાં માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોનાં સેવનની પ્રવૃતિને સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોઈ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ.જીલ્લામાં નાર્કોટીક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટીક્સની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી.સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન તા.૦૧/૧૧/૨૦૨૫ નાં રોજ એસ.ઓ.જી સ્ટાફના એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ. રઘુવીરસિંહ જાડેજાનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ શહેર વિસ્તારમાં ગણેશકાંટા સામે, ચા ની લારીની બાજુમાં, રેજન્ટા હોટલથી નળ સર્કલ જતાં રોડ પાસેથી આરોપીઓ (૧) આફતાબ ઉર્ફે ભાભા રમજુ મમણ (૨) મુસ્તાક ઉર્ફે બિહુ અબ્દુલ સુમરા નાઓના કબ્જામાંથી માદક પદાર્થ ગાંજો ૧.૯૫૭ કિ.ગ્રા કી.રૂ.૯૭,૮૫૦/- નાં નાર્કોટિક્સનાં મુદામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) આફતાબ ઉર્ફે ભાભા રમજુ મમણ, ઉ.વ.૨૪, રહે-સંજયનગરી, જી.આઈ.ડી.સી રોડ,

ભુજ- કચ્છ

(૨) મુસ્તાક ઉર્ફે બિંદુ અબ્દુલ સુમરા, ઉવ.૨૪, રહે-ગીતા માર્કેટની બાજુમાં,આત્મારામ રોડ,

ભુજ- કચ્છ

કબ્જે કરેલ મુદ્દામાલ

  • (૧) માદક પદાર્થ ગાંજો ૧.૯૫૭ કિ.ગ્રા કિ.રૂ ૯૭,૮૫૦/-

→ (૨) મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ ૫,૫૦૦/-

(૩) રોકડા રૂપીયા-૫૦/-

એમ કુલ્લે -કિ.રૂ ૧,૦૩,૪૦૦/-

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

એસ.ઓ.જી. પશ્ચિમ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી, તથા એસ.ઓ.જી પોલીસ કર્મચારીઓ, એ.એસ.આઈ નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, મયુરસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ રધુવીરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભાવેશભાઇ ચૌધરી તથા પો.કોન્સ. દિનેશભાઇ ચૌધરીનાઓ જોડાયેલ હતા.