આદિપુર શહેરમાંથી જાહેરમાં લોકો પાસેથી આંકડા લેનાર શખ્સ પોલીસની ગિરફ્તમાં

copy image

copy image

  આદિપુર શહેરમાંથી જાહેરમાં લોકો પાસેથી આંકડા લેનાર આરોપી ઈશમને પોલીસે રંગે હાથ દબોચી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના ચેતન ગુલરાજ શર્મા નામનો ઈશમ મૈત્રી બગીચા નજીક ટાવર નીચે ઊભા રહી લોકો પાસેથી આંકડો લઈ રહ્યો હતો ત્યારે  અચાનક ત્રાટકેલી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.