“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” અંતર્ગત ટગ ઓફ વોર અને મહિલા બોક્ષ ક્રિકેટનું આયોજન કર્યું

દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ
ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ
રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત કચ્છ લોકસભાના
સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ગત ૨૯ ઓગષ્ટ થી ૨૦ સપ્ટેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા સૌ
રમતવીરોને રજીસ્ટ્રેશન કરવા જણાવેલ છે. જે અંતર્ગત બહોળી સંખ્યામાં સૌ રમતવીરો દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ
લીધેલ છે.
“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો ૨૧ સપ્ટેમ્બરથી દેશવ્યાપી શુભારંભ થતો હોઈ જેના ભાગરૂપે આજે
ભુજ તાલુકાના માધાપર ગામે એમ.એસ.વી. હાઈસ્કુલ ખાતે ટગ ઓફ વોર સ્પર્ધા નું આયોજન તથા વુમન બોક્સ ક્રિકેટ
નું આયોજન જયુબેલી ગ્રાઉન્ડ મધ્યે કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ ટગ ઓફ વોર સ્પર્ધા અને
વુમન બોક્સ ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કર્તબ બતાવ્યું હતું..
આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી, શ્રી વિજુબેન રબારી, શ્રી મનીષાબેન સોલંકી, શ્રી
રેશ્માબેન ઝવેરી, શ્રી અશોકભાઈ હાથી, શ્રી વિશાલભાઈ ઠક્કર, શ્રી જયંતભાઈ ઠક્કર, શ્રી વિનુદાન ભાઈ ગઢવી, શ્રી
નિલયભાઈ ગોસ્વામી, શ્રી જગદીશભાઈ માધાપરિયા, શ્રી મનોજભાઈ લુંહાર, શ્રી હિરેનભાઈ રાઠોડ, દીપકભાઈ સીજુ,
શ્રી કિશનભાઈ બિજલાની, ભરતભાઈ મહેશ્વરી, શ્રી વિષ્ણુભાઈ ચૌધરી, શ્રી અનિલભાઈ છાત્રાળા, શ્રી કુલદીપસિંહ
જાડેજા, શ્રી ડૉ. ડી.એલ.ડાકી, શ્રી પુજાબેન ઘેલાણી, શ્રી આશીકાબેન ભટ્ટ, શ્રી વિજયભાઈ રાજપૂત, ઉપસ્થિત રહી
રમત વીરોને પ્રોત્શાહન આપ્યું હતું શ્રી રીતેનભાઈ ગોર એ સંચાલન સંભાળ્યું હતું…