શરાબનો મોટો જથ્થો જપ્ત : માધાપરમાં એસએમસી ત્રાટકી
સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રાજ્યસ્તરની પોલીસ ટુકડીએ માધાપરના ગંગેશ્વર રોડ પર દરોડો પાડીને શરાબનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલ બાતમીના આધારે માધાપરના ગંગેશ્વર રોડ પર ત્રાટકી હતી, જ્યાંથી શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. આ લખાય છે ત્યારે મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ હોવાની વિગતો મળી છે. આમ કેટલો શરાબ, આરોપીઓ સહિતની વિગતો હાલ મળી નથી. એસએમસીની આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ પર તવાઈના વાદળો ઘેરાયાં છે.