ચેક પરતના કેસમાં મથડા અને ભુજના ઈસમને એક-એક વર્ષની કેદની સજા
ચેક પરત ફરવાના જુદા-જુદા કેસો જેમાં મથડાના આરોપીને બે કેસમાં અને ભુજના આરોપીને એક કેસમાં એક-એક વર્ષની કેદની સજાનો હુકમ કોર્ટે આપ્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી ફરિયાદી એ પોતાની જમીન વીટાંતર મૂકી વીસ-વીસ લાખ રૂપિયા લીધા હતા. રકમ બાબતે આપેલા ચેક પરત ફરતાં બન્ને ફરિયાદીએ કેસ દાખલ કર્યો હતો. જેમાં ભચાઉ કોર્ટે બન્ને કેસમાં આરોપીને તકસીરવાન ઠેરવી એક-એક વર્ષની કેદ તથા ચેકની પૂરેપૂરી રકમ એક માસમાં ચૂકવી આપવી તથા રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ફરિયાદી પાસેથી આરોપી એ રૂા. 2.50 લાખ મિત્રતાનાં નાતે ઉધાર લીધા હતા. જે પેટે આપેલો ચેક પરત ફરતાં દાખલ થયેલા કેસમાં ભુજના ત્રીજા ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ નવ ટકા વ્યાજ સહિત વળતર તરીકે ફરિયાદીને 30 દિવસમાં ચૂકવવા અને ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે. ત્રણે કેસમાં ફરિયાદીના એડવોકેટ તરીકે અવનીશ જે. ઠક્કર, સલીમ એસ. ચાકી, અશ્વીન આર. ઢીલા, નરેન્દ્ર બી. જાડેજા રહ્યા હતા.