“પશ્ચિમ કચ્છ જીલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો કિં.રૂ.૪,૩૦,૯૪૪/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઈ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી તથા મહેશભાઈ ચૌહાણનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન રામજીભાઇ રબારી તથા મહેશભાઇ ચૌહાણનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, વવાર ગામે નર્મદા કેનાલથી વડાલા ગામ તરફ જતા કાચા રસ્તા પર વડાલા ગામની સીમમાં આવેલ માણશીભાઈ ગઢવીની વાડીમાં રતન સુમાર બારોટ રહે.વવાર તા.મુંદરાવાળાએ ગે.કા. રીતે વિદે શદારૂનો જથ્થો સફેદ કલરની સ્વિફ્ટ કારમાં રાખેલ છે અને હાલે સગેવગે કરવાની તૈયારીમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી મુંદરા મરીન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૪૦૫/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ), ૮૧,૯૮(૨) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ મુંદરા મરીન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- કબ્જે કરેલ મુદ્દામાલ (ફલ્લે કિં.રૂ. ૭,૩૫,૯૪૪/-)
- ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશદારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો નંગ-૪૨૦ તથા બિયર નંગ-૫૨૮ કુલ્લે કી.રૂા. ૪,૩૦,૯૪૪/-
- સ્વિફ્ટ કાર રજી.નં. GJ-12-CD-2995 કિં.રૂ. 3,00,000/-
- મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/-
હાજર મળી આવેલ આરોપી:
- રતન સુમાર બારોટ(ગઢવી) ઉ.વ.૩૩ રહે વવાર તા.મુંદરા-કચ્છ
- હાજર નહી મળી આવેલ આરોપી:
- ભરત રતન ગઢવી રહે. વવાર તા. મુંદરા-કચ્છ