કોમર્શીયલ ગેસની બોટલોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા શખ્સની કુલ ૩૧૧ ગેસની બોટલ સહિત કલ રૂ. ૧૧.૮૯ લાખના મુદ્દામાલ સાથે થઈ ધરપકડ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઈમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી તથા રાજદીપસિંહ ગોહિલનાઓ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન દેવજીભાઈ મહેશ્વરી તથા મુળરાજભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જયેશ ખીમજી રાજગોર રહેબીદડા તા.માંડવી વાળો બીદડા મફતનગર મધ્યે આવેલ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં રાંધણ ગેસ તથા કોર્મશીયલ ગેસના બાટલા ગેરકાદેસર રીતે રાખેલ છે અને ગેસના બાટલાનું રીફલીગ કરે છે અને હાલે તેની આ પ્રવુતી ચાલુમાં છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકુર ઇસમના કબ્જાના મકાનમાં એક છોટા હાથી ગાડી પડેલ હોય જેમાં રાંધણ ગેસના બાટલાઓ ભરેલ હોય અને મકાનના બંન્ને રૂમોમાં રાંધણ ગેસના ઘર વપરાશની તથા કોર્મશીયલ ગેસનો બોટલોનો સંગ્રહ કરી રાખેલ હોય અને તેમજ રૂમમાં એક વજન કરવાન કાંટો તેમજ ગેસ રીફલીગ કરવાના સાઘનો પડેલ હોય જેથી મજકુર ઇસમે પોતાની તેમજ બીજાની જીદંગી તેમજ શારીરીક સલામતી જોખમાય તે રીતે જવલનશીલ ગેસની બોટલો કોઇપણ પ્રકારના અગ્નિશામક સુરક્ષાના સાધનો વગર રાખેલ હોય જેથી મજકુર ઇસમને રાંઘણ ગેસના તથા કોર્મશીયલ ગેસના બાટલા રાખવા બાબતે કોઇ આધાર-પુરાવા કે સક્ષમ અધીકારીશ્રી પાસેથી આ પ્રવુતી કરવા માટે પાસ પરમીટ મેળવેલ છે કે કેમ તે બાબતે પુછતા પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે પાસ પરમીટ ન હોવાનું જણાવેલ તેમજ ૧૯ કીલોની ક્ષમતા વાળી કોર્મશીયલ ગેસની બોટલોમાંથી ગેસ રીફલીગ કરી ૧૪ કીલોની તથા ૦૫ કીલોની ગેસની બોટલોમાં ભરી ગ્રાહકોને છુટકમાં વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ કોડાય પોલીસ સ્ટેશનમાં નીચેની ગુનો રજીસ્ટર કરાવેલ તેમજ આ કામગીરીમાં રોકાયેલ હતા દરમ્યાન હકીકત આધારે આરોપીના અન્ય બીદડા મધ્યે આવેલ મકાનમાં અલગ અલગ કંપનીના ગેસની ભરેલી તથા ખાલી બોટલોનો સંગ્રહ કરી રાખેલ હોય અને રૂમમાં એક વજન કરવાનો કાંટો તેમજ ગેસ રીફલીગ કરવાના સાધનો પડેલ હોય જેથી મજકુર ઇસમે આ પ્રવુતી કરવા માટે કોઇ આધાર પુરાવા કે પાસ પરમીટ ન હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ કોડાય પોલીસ સ્ટેશનમાં નીચેની બીજો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
- મળી આવેલ મુદામાલ (ફલ્લે મુદ્દામાલ કિં.રૂ. ૧૧,૮૯,૫૦૦/-)
- કેશ – ૦૧ (કલ્લ કિ.રૂ.૪,૮૯,૫૦૦/-)
- અલગ અલગ ગેસ કંપનીની ૧૯ કીલોની ક્ષમતા વાળી ગેસ ભરેલ બોટલો નંગ૩૦ કિ.રૂ.૧,૦૫,૦૦૦/-
- અલગ અલગ ગેસ કંપનીની ૧૪ કીલોની ક્ષમતા વાળી ગેસ ભરેલ બોટલો નંગ ૨૨ કિ.રૂ.૬૬,૦૦૦/-
- ઇન્ડેન ગેસ કંપનીની ૦૫ કીલોની ક્ષમતા વાળી ગેસ ભરેલ બોટલો નંગ ૫૪ કિ.રૂ.૫૪,૦૦૦/-
- ઇન્ડેન ગેસ કંપનીની ૦૨ કીલોની ક્ષમતા વાળી ગેસ ભરેલ બોટલો નંગ.૦૫ કિ.રૂ.૨૫૦૦/-
- અલગ અલગ ગેસ કંપની ખાલી બોટલો નંગ.૩૪ કિ.રૂ.૫૧,૦૦૦/-
નોઝલ તથા મોટર નંગ.૦૨ કિ.રૂ.૪૦૦૦/-
એક ઇલેકટ્રીક વજન કાંટો કિ.રૂ.૨,૦00/-
- મોબાઇલ ફોન નંગ.૦૧ કિ.રૂ.૫,૦૦૦/-
- ગાડી નં.GI 12 CT 2049 કિ.રૂ. 2,00,000/-
4 કેશ – ૦૨ (કુલ્લ કિ.રૂ. ૭,૦૦,૦૦૦/-)
- અલગ અલગ ગેસ કંપનીની ૧૯ કીલોની ક્ષમતા વાળી ગેસ ભરેલ બોટલો નંગ ૨૩ કિ.રૂ.૮૦,૫૦૦/-
- અલગ અલગ ગેસ કંપનીની ૧૪ કીલોની ક્ષમતા વાળી ગેસ ભરેલ બોટલો નંગ ૨૫ કિ.રૂ.૭૫,૦૦૦
- અલગ અલગ ગેસ કંપનીની ૦૫ કીલોની ક્ષમતા વાળી ગેસ ભરેલ બોટલો નંગ૦૯ કિ.રૂ.૯૦૦૦/
- અલગ અલગ ગેસ કંપની ખાલી બોટલો નંગ.૧૦૯ કિ.રૂ.૧,૨૭,૫૦૦/-
- નોઝલ તથા મોટર નંગ.૦૨ કિ.રૂ.૪૦૦0/-
- ઇલેકટ્રીક વજન કાંટો નંગ.૦૨ કિ.રૂ.૪,૦૦૦/-
- મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી જેના રજી.નં.GJ 12 CT 7492 કિ.રૂ.3,00,000/-
- CEZIP(મદનીયું) ગાડી નં.GJ 12 AY 8343 કિ.રૂ…