7 નવેમ્બરથી શરૂ થતી આ પહેલી “કોલ્ડ સ્નૅપ” લહેર #Winter2025-26ની સત્તાવાર શરૂઆત તરીકે ગણાશે

ગુજરાતમાં હવાની ઠંડક હવે સ્પષ્ટ અનુભવી શકાય તેવી બની છે. 7 નવેમ્બરથી શરૂ થતી આ પહેલી “કોલ્ડ સ્નૅપ” લહેર #Winter2025-26 ની સત્તાવાર શરૂઆત તરીકે ગણાશે. આ અવધિ 14 નવેમ્બર સુધી ચાલવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ, ગુરુવારથી જ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મિનિમમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, તેમજ પૂર્વ કચ્છના રાપર અને ધોળાવીરા વિસ્તાર સાથે મધ્ય સૌરાષ્ટ્રમાં તાપમાન 10°Cથી નીચે ઉતરી શકે છે.
તે જ સમયે, ભુજ, ગાંધીધામ, રાજકોટ અને અમદાવાદ જેવા વિસ્તારોમાં તાપમાન 10 થી 12°C વચ્ચે રહેવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતના તટિય વિસ્તારોમાં હળવી ઠંડી અનુભવાશે. આ ઠંડીની લહેર સાથે ગુજરાતમાં શિયાળાની ઔપચારિક એન્ટ્રી થઈ ગઈ છે — હવે ગરમ ચા, સ્વેટર અને વહેલી સવારના ધુમ્મસ માટે તૈયાર થઈ જાવ!