માતાના મઢ ખાતે પધારેલા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું ઉષ્માભેર સ્વાગત

કચ્છ જિલ્લાના વિવિધ સરહદી ગામડાઓની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ દેશ દેવી ક્ચ્છ ધણિયાણી મા આશાપુરાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ કચ્છના માતાના મઢ મંદિરે શીશ ઝુકાવીને ગુજરાતની જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રી બન્યા બાદ પ્રથમ વખત કચ્છ પધારેલા શ્રી હર્ષ સંઘવીનું માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, જાગીરના ટ્રસ્ટીશ્રીઓ, બોર્ડર રેન્જ આઇજીશ્રી ચિરાગ કોરડીયા, કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સહિતના અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.