ફરી એક વખત નકલી પોલીસ ઝડપાયો : આણંદમાં પોલીસ તરીકેની ઓળખ આપી રોફ જમાવનાર ડ્રામેબાઝને પોલીસે દબોચ્યો
copy image

ગુજરાતમાં નકલીનો કારસો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે આણંદમાં પોલીસ તરીકેની ઓળખ આપી રોફ જમાવનાર ડ્રામેબાઝને પોલીસે પકડી પાડ્યો છે. વધુમાં જાણવા મળી રહ્યું છે સુરેન્દ્ર સિંહ લુહાર નામનો શખ્સ પોલીસનુ આઈકાર્ડ, ગાડીમાં પોલીસની પ્લેટ અને જાહેરમાં પોલીસનો રોફ જમાવી રહ્યો હતો તે દરમ્યાન પોલીસે ત્યાં આવી પહોંચેલ અને આ ડ્રામેબાઝને શહેરના ગુરૂદ્વારા સર્કલ નજીકથી રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.