ગુજરાતમાં શિયાળાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે અને તેની શરૂઆત ફરી એકવાર કચ્છથી!

ભારતીય હવામાન વિભાગ, અમદાવાદના તાજા અહેવાલ મુજબ 6 નવેમ્બર 2025ની સવારે કચ્છના નલિયામાં ન્યૂનતમ તાપમાન 15.5°C નોંધાયું છે, જે રાજ્યમાં સૌથી ઓછું છે અને સામાન્ય કરતાં 2.5°C નીચું. ભુજમાં 19°C, કંડલામાં 18.4°C અને કંડલા પોર્ટ 21°C નોંધાયા છે જે દર્શાવે છે કે કચ્છના ભાગોમાં ઠંડી ઝડપથી વધી રહી છે.
પશ્ચિમ કચ્છના હવામાં ઠંડકનો અહેસાસ વધી રહ્યો છે અને આગામી દિવસોમાં તાપમાન વધુ ઘટવાની સંભાવના છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર અને પશ્ચિમ ભારતમાંથી આવતા સુકા ઉત્તર પવનના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનો પ્રભાવ ઝડપથી ફેલાઈ રહ્યો છે.