મોથાળા ખાતે સરકારી પડતર જમીનમાં બિન અધિકૃત દબાણ દૂર કરાયા

સ્થાનિકે શ્રી ટી. એચ. વ્યાસ ઇ.ચા. મામલતદારશ્રી, અબડાસા, શ્રી આર.વી બારોટ, નાયબ મામલતદારશ્રી, દબાણ, શ્રી ડી. સી. ઠાકોર, સર્કલ ઓફીસરશ્રી, બીટ્ટા, શ્રી બી બી સોલંકી, મહેસૂલી તલાટી, શ્રી યુ. એમ. રાઠોડ. કારકુન, પોલીસ સ્ટાફમાંથી શ્રી વી. એમ. ઝાલા, પોલીસ ઇન્સપેકટર સાહેબશ્રી નલીયા, શ્રી જે કે બારીયા પોલીસ ઇન્સપેકટર સાહેબ, શ્રી આર. ડી. બેગડીયા અને શ્રી કે.વી. ડાંગર પોલીસ સબ ઇન્સપેકટરશ્રીઓ, શ્રી બી. એચ. કોલી, વનપાલ શ્રી એમ જે. ગોરાણી સેકશન ઓફીસરશ્રી માર્ગ વિભાગ ભુજ અને શ્રી કે.એન. આહીર, નાયબ ઇજનેરશ્રી, કોઠારા PGVCLનાઓ અને તેઓના સ્ટાફ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

મોજે:- મોથાળા સર્વે નં.૧૦૫૬ ની સરકારી પડતર અને સર્વે નં.૧૦૬૫/૨ પૈકીની ગુજરાત સરકારશ્રી અનામત જંગલની જમીનમાં ૧૦ જેટલા દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ હતું. આ બાબતે મામલતદાર કચેરી, અબડાસા ખાતે જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૧ તળેનો કેસ ચલાવી સામાવાળાઓ પાસે મંજુરી અને જમીનના આધાર પુરાવાઓ ન હોતા શ્રી સરકાર અને ગુજરાત સરકારશ્રી અનામત જંગલ પૈકીની જમીનમાં બિન અધિકૃત બાંધકામ કર્યાનું સાબિત થતાં મામલતદારશ્રી, અબડાસાના તા.૦૭/૦૨/૨૦૨૬ નાં હુકમથી આજરોજ દબાણ દુર કરવા કાર્યવાહી કરવામાં આવી. દબાણ દુર કરવા માટે કુલ:- ૨ JCB મશીનરીનો ઉપયોગ કરેલ. સ્થાનિકે અન્ય કોઇ વાદ વિવાદ કે તકરાર થયેલ નથી. તેમજ શાંતીપૂર્ણ દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવેલ.

દબાણ દુર કરવાં સમયે દબાણવાળી જગ્યાએ વિજ કનેકશન સ્થાનિક કોઠારા PGVCL ના સ્થાનિક કર્મચારીઓ દ્વારા બંધ કર્યા બાદ જ દબાણ દુર કરવાની કામગીરી આવી હતી આમ, ઉપરોકત વિગતે મોજે:- મોથાળા તા. અબડાસાની કુલ:-૨૮૬૫ ચોરસ મીટરની જમીન જેની જત્રી મુજબ અંદાજીત બજારકિંમત રૂ।.૮,૫૯,૫૦૦/- થાય છે જે જમીન પરનું અતિક્રમણ દુર કરેલ છે.