પશ્ચિમ કચ્છમાં મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી, મુંદ્રા દ્વારા ખાણ-ખનિજની ખનીજ ચોરી ઝડપાઈ
જીલ્લામાં ખનિજ ચોરીને અટકાવવા મે.જીલ્લા કલેકટરશ્રી,કચ્છ અને મે.પ્રાંત અધિકારીશ્રી,મુંદરાનાં માર્ગદર્શન હેઠળ ખાણ-ખનીજ ચોરી અટકાવવા ચેકિંગ હાથ ધરવામાં આવેલ. જે હેઠળ અત્રેની ટીમ દ્વારા તા.૧૦/૦૨/૨૦૨૬ ના રોજ મંગરા નદી વિસ્તાર, મંગરા,તા.મુંદરા સાદી રેતી ભરેલ ડમ્પર રોયલ્ટી વગર ભરેલી ટ્રક નં.GJ-13 -AT-8999 જેના ડ્રાઈવર રાજુભા રાઠોડ અને તેના માલિક દીપસંગજી રાઠોડ, રહે. મંગરા, તા. મુંદરા પાસેથી ૧૩.૫ મે.ટન સાદી રેતીના જથ્થા સાથે કબ્જે કરવામાં આવેલ છે. આ ગાડી તથા ખનીજનો મુદ્દામાલ કબ્જે કરી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. જેની આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે