મુન્દ્રામાંથી સગીરાનું અપહરણ કરનાર નરાધમને પોલીસે અમદાવાદથી પકડ્યો

copy image

copy image

મુન્દ્રામાંથી સગીરાનું અપહરણ કરનાર નરાધમને પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી દબોચી લીધો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ માનવીય સંદર્ભોના આધારે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન મૂળ રાજસ્થાનના જેસલમેરના આરોપી ઈશમને સગીરા સાથે અમદાવાદથી પકડી પાડવામાં આવેલ છે. આ શખ્સને મુંદ્રા લાવી અને તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.