રાજ્ય સરકાર ખેડૂતોની વ્હારે : રૂ.૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર

મોસમી વરસાદના કારણે પાક નુકશાનીથી અસરગ્રસ્ત ખેડૂતોની પડખે ઉભી રહેલી રાજ્ય સરકાર જે ત્વરીત અને ઝડપી નિર્ણય લીધો છે તે બદલ કચ્છના સૌ ખેડૂતો રાજ્ય સરકારના આભારી છે. રૂ. ૧૦ હજાર કરોડના સૌથી મોટા રાહત પેકેજ સાથે રૂ.૧૫ હજાર કરોડના ખર્ચે ટેકાના ભાવે પાક ખરીદીનો નિર્ણય આવકારદાયક છે તેવું જિલ્લા સહકારી સંઘના સેક્રેટરીશ્રી રમેશભાઇ આહિરે જણાવ્યું હતું.

               રમેશભાઇ આહિરે ઉમેર્યું હતું કે, રૂ.૧૦ હજાર કરોડનું આર્થિક રાહત સહાય પેકેજ અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે. હેકટર દીઠ રૂ. ૨૨ હજાર એમ ૨ હેકટરની મર્યાદામાં રૂ.૪૪ હજારની સહાયથી ખેડૂતોને રાહત મળશે. આ પેકેજના કારણે ખેડૂતોને આર્થિક રીતે લાભ થશે. પિયત, બિન પિયત અને બાગાયતી પાકલેતા તમામ ખેડૂતોને સમાન વળતર મળશે. આમ, કુલ રૂ.૨૫ હજાર કરોડના રાહત પેકેજ ખેડૂતોને મદદરૂપ બની રહેશે. રાજ્ય સરકારના આ હકારત્મક ખેડૂતલક્ષી નિર્ણય બદલ કચ્છના સૌ ખેડૂતો તથા સહકારી સંસ્થા વતી હું આભાર વ્યક્ત કરું છું.

જિજ્ઞા વરસાણી