યુવા શક્તિ નો ઉત્સવ, સાંસદ ખેલ મહોત્સવ

દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલ
મહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન
આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બર થી જુદી-જુદી સ્પર્ધાનો આયોજન
કરવામાં આવેલ છે.
“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ
ભાજપ ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આજે તા.૯/૧૧/૨૦૨૫, રવિવારે ભુજ તાલુકાના મિરજાપર ગામે શ્રી
સ્વામિનારાયણ કન્યા વિધા મંદિર ખાતે વોલીબોલ-પાસીંગ (મહિલા) સ્પર્ધા તથા માધાપર ગામના સર્વોદય સ્પોર્ટ્સ ક્લબ ખાતે
વોલીબોલ (શૂટીંગ) સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય
બતાવ્યું હતું…
આ પ્રસંગે વિવિધ સ્પર્ધાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ
સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા…
આ પ્રસંગે પારૂલબેન કારા, ભીમજીભાઈ જોધાની સરપંચશ્રી વાલજીભાઈ આહીર, પ્રવિણાબેન રાઠોડ, રીતેનભાઈ ગોર,
વિનોદભાઈ પીન્ડોરિયા, જગદીશભાઈ માધાપરિયા, નારણભાઈ મહેશ્વરી, મયંકભાઈ રૂપારેલ, જયંતભાઈ ઠક્કર, દીપકભાઈ ડાંગર,
રમેશભાઈ આહીર, પ્રેમજીભાઈ મન્ગેરીયા, દીપકભાઈ સીજુ, નરેશભાઈ પટેલ, નિલયભાઈ ગોસ્વામી, ભાવેશભાઈ ગઢવી, સચીનસિંહ
જાડેજા, પ્રવીણભાઈ ખોખાની, હરસદભાઈ ઠક્કર, સંદીપભાઈ ગઢવી, ડી.એલ. ડાકી, વિષ્ણુભાઈ ચોધરી, કુલદીપસિંહ જાડેજા, હરેશભાઈ
પીન્ડોરીયા, અનિતાબેન ભૂવા, સીમાબેન વરસાની, મહાવીરસિંહ જાડેજા, ભરતભાઈ બુચિયા, કોચ રશમીતાબેન, કૌન્સીલર મનીષાબેન
સોલંકી, સાવિત્રીબેન જાટ, બીન્દીયાબેન ઠક્કર, આશીકાબેન ભટ્ટ, બીન્દીબેન ભાટી. ઉપસ્થિત રહ્યા હતા.