રાષ્ટ્રગીત “વંદે માતરમ્ @૧૫૦” વર્ષની ઉજવણી

વંદે માતરમ્ ગીતની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી ભારત તથા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપતા ગીતની ઉજવણીમાં આપણે સૌ સહભાગી બનીએ તેવો અનુરોધ ભુજની આર.ડી વરસાણી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા હેન્ડબોલના રાજ્યકક્ષાના ખેલાડી નિમેશ કેરાઇએ કર્યો હતો.
નીમેશ કેરાઇએ જણાવ્યું હતું કે, ભારતની આઝાદીની લડતમાં અંગ્રેજો સામે એક જોમ અને જુસ્સો પેદા કરીને એકજૂટ બની લડવાનું બળ રાષ્ટ્રગીતે આપ્યું હતું. કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ગીત વંદે માતરમ્ ભારતની રાષ્ટ્રીય એકતાનું પ્રેરણાસ્ત્રોત છે. ત્યારે વર્તમાન સમયમાં આઝાદ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે આપણે સૌ એકબનીને રાષ્ટ્રગીતની ઉજવણીમાં સહભાગી બનીએ તથા ભારતના વિકાસમાં પોતાનો ફાળો આપીએ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.