ગાંધીધામમાં કારમાંથી 88,000નો દારૂ પકડાયો પણ ઈસમ હાથ ન આવ્યો

ગાંધીધામ શહેરના જુની સુંદરપુરી વિસ્તારમાં મહેશ્વરી સમાજવાડીના પાર્કિંગમાં રહેલી એક કારમાંથી પોલીસે રૂ.88,200 નો અંગ્રેજી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો, પરંતુ ઈસમ પોલીસ સકંજામાં આવ્યો ન હતો. સ્થાનિક ગુનાશોધક શાખાની એક ટુકડી ગત મોડી રાત્રિના અરસામાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન જુની સુંદરપુરીમાં આવેલી મહેશ્વરી સમાજવાડી પાર્કિંગ બિભાગમાં રહેલી એક કારમાં દારૂ હોવાની બાતમી આ ટીમને મળી હતી. દરમ્યાન પોલીસે આ જગ્યાએ જઈ અને કાર્યવાહી હાથ ધરી છે. અહીં પાર્ક કરાયેલા ટેમ્પા અને ટ્રકની વચ્ચે પાર્ક કરાયેલી સફેદ રંગની વેન્ટો કાર નંબર જીજે 12 સીજી 1900 ની તલાશી લેવામાં આવી હતી. આ કારની ડેકી તોડી તેમાં તપસ કરતાં તેમાંથી રોકસ્ટાર ડિલક્ષ વ્હીસ્કીની 180 બોટલ નીકળી પડી હતી. રૂ.88,200 ની આ 252 બોટલ તથા રૂ. 4 લાખની કાર પોલીસે કબ્જે કરી હતી. ચોકીદાર એવા રામજી દેવજી મહેશ્વરીને પુછતાં આ કાર તેમની ગેરહાજરીમાં કોઈક અહીં મુકી ગયું હોવાનું બહાર આવ્યું હતું. આ કાર કોની છે અને અહીં દારૂ કોણે રાખ્યો હતો. તેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *