અંજારના વિજયનગર વિસ્તારમાં યુવતીને ઝેરી દવા આપનાર શખ્સ વિરુદ્ધ ફોજદારી

copy image

copy image

 અંજાર  ખાતે આવેલ વિજયનગર વિસ્તારમાં યુવતીને ઝેરી દવા આપનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે જે અનુસાર અંજાર ખાતે આવેલ વિજયનગર વિસ્તારમાં રહેનાર આરોપી ઈશમ અને એક યુવતી છેલ્લા બે વર્ષથી પ્રેમમાં હતા પરંતુ આપણા લગ્ન નહીં થાય તેવું વારંવાર કહી યુવતીને આ આરોપી ઈશમે યુવતીને ઝેરી દવા આપી દીધી હતી. જે પી જતાં યુવતીને સરવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.