લાકડિયાના ખરાવાડ વિસ્તારમાં પરિણીતાનો આપઘાત

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ લાકડિયાના ખરાવાડ વિસ્તારમાં રહેનાર દિલસાદ નામની યુવાન પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લાકડિયાના ખરાવાડ વિસ્તારમાં રહેનાર હતભાગી ગત દિવસે પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.