અમદાવાદમાંથી 18.3 KG ગાંજા સાથે એક મહિલા સહિત ત્રણની ધરપકડ

copy image

copy image

અત્યારે સમગ્ર નશાનો વેપલો રાજ્ય ભરમાં સતત વધી રહ્યો, કેટલાક જીવન નશાની પાછળ નષ્ટ હાઈ રહ્યા છે, અનેક વખત લાખોની કિંમતનો નશાકારક સામાન અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે, ગત દિવસે સાંજના અરસામાં અમદાવાદ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપએ નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળેલ પૂર્વા બાતમીના આધારે મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસેથી એક ઓટોરિક્ષાને અટકાવીને તેમાંથી રૂ.9.15 લાખની કિંમતનો 18.3 કિલોગ્રામ ગાંજો કબ્જે કર્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ત્રણ આરોપી ઈશમોની અટક કરવામાં આવેલ છે.