લુણીથી હમીરામોરા માર્ગની કામગીરી શરૂ કરાઈ

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર રોડ-રસ્તાની રીસર્ફેસીંગ અને સમારકામ તથા રોડ બનાવવાની કામગીરી પૂરજાશમાં કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છમાં મુન્દ્રા તાલુકાના લુણીથી હમીરામોરા માર્ગનું માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ મુન્દ્રા-કચ્છ દ્વારા નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે.
લુણીથી હમીરામોરા ગામોને જોડતો ૫.૨ કિ.મી. લાંબો લુણી-હમીરામોરા માર્ગના નવીનીકરણ માટે ખેડૂતો અને ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ માર્ગ બાબતે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ સરકારમાં રજૂઆત કરતાં ગુજરાત સરકાર દ્વારા લુણી-હમીરામોરા ગ્રામ્યમાર્ગના નવીનીકરણ માટે ૨૧૦.૦૦ લાખ જેટલી રકમ મંજૂર કરવામાં આવી હતી. આ માર્ગનું નવીનીકરણ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ મુન્દ્રાના નાયબ કાર્યપાલક ઇજનેર એમ. એચ. ખાનના માર્ગદર્શન તેમજ સેક્શન અધિકારી પાર્થભાઇ ભૂતની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે.