આદિપુરની સરકારી હોસ્પિટલ પાછળ ઝુપડા નજીક જમીનમાં દાટેલા શરબના 67 કવાર્ટરિયા સાથે પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. આદિપુર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત રાત્રિના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી, તેવામાં બાતમીના આધારે શહેરી રામબાગ હોસ્પિટલના સરકારી ક્વાર્ટર પાછળ દરોડો પાડ્યો હતો. જ્યાં ઝુપડાની બહાર તલાશી કરતાં જમીનમાં દાટેલા શરબના કવાર્ટરિયા, કિંમત રૂ.6,700 ના મળી આવ્યા હતા. જેથી પોલીસે હોસ્પિટલ નજીક રહેતો વિક્રમ નાનજી પરમારની અટકાયત કરી લીધી હતી. શખ્સની અટકાયત બાદ તેની પુછતાછ હાથ ધરતા અન્ય શખ્સ અજયસિંહ, રહે. ખેડોઈવાળાએ આ દારૂ પુરો પાડ્યો હોવાનું જણાવ્યુ હતું, જેથી પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.