Skip to content
લાકડીયા પોલીસને મળેલી બાતમીના આધારે દાણવાસ નદી કાંઠે દરોડો કરતાં 6 ઇસમોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. આ બનાવની મળતી વિગતો પ્રમાણે લાકડીયા પોલીસને મળેલી બાતમીના આધારે લાકડીયા ગામમાં આવેલ દાણવાસ નદી કાંઠે બાવળની ઝાડીમાં હારજીતનો જુગાર રમતા જાનમામદ અલારખા રાઉમાં, ફકિરમામદ નુરમામદ રાઉમા, વાલા વેળા કોલી, વાલજી તરસીભાઈ કોલી, કૈલાશ ખીમજીભાઇ સુથાર અને ફકિરમામદ અલીમામદ લંઘાને રોકડ રૂપિયા 11,510, મોબાઈલ નંગ 5 કિંમત રૂ.9,500 તથા મોટર સાયકલ 20,000 મળી કુલ 41,010 સાથે પકડી પાડ્યા હતા. બધા વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.