Skip to content
બરવાળા મુકામે જાહેરમાં જુગાર રમતા હોવાની મળેલ બાતમીના આધારે બરવાળા પોલીસ સ્ટેશનના પ્રભાતસિંહ ગોહિલ, રાજદીપસિંહ વાઘેલા, વિજયસિંહ ચુડાસમા, પરબતસિંહ ડોડીયા સહિતના સ્ટાફ દ્રારા રેડ પાડતા જુગાર રમતા ચારને પકડી પાડ્યા હતા. આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ બરવાળા મુકામે ખારા વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે રોજ રાત્રિના અરસામાં જુગાર રમતા લાલા બચુભાઈ બોરાણા, દિલિપ વિક્રમભાઈ પરમાર, ભૂપત રામજીભાઇ પરમાર, રમેશ લાખાભાઇ વાઘેલા બધા રહે. ખારા વિસ્તાર, બરવાળને રોકડ રૂ. 10,250 ના મુદામાલ સાથે પકડી પાડી બરવાળા પોલીસે ધોરણસરની તજવીજ હાથ ધરી હતી.