અગાઉ વાહન તસ્કરીના ગુનામાં પકડાયેલ અને હાલ જેલ માંથી મુક્ત થયેલ એક શખ્સ ચોરાઉ મોટર સાયકલ સાથે એક લેપટોપ તહઠા કોપર બ્રાસની પ્લેટો લઈ આજી નદીના કાંઠે રામનાથપરા જુની જેલ સામે રસ્તા ઉપર ઉભેલ છે. તેવી બાતમી મળતા તુરંત જ સ્થળ પર પહોંચી વર્ણન વાળા શખ્સને તપાસતા તેની પાસેથી એક સ્પ્લેંદર મોટર સાયકલ નંબર જીજે 03 ઇબી 6924 માં યાર્ડ માસૂમ સ્કૂલ પાસેથી ચેરેલ તથા એક ટીવી એસ. સેંટ્રો મોટર સાયકલ જીજે 03 એક્યુ 6766 સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાંથી ચ્રેલ તથા કોપર બ્રાસ પ્લેટો નંગ 130 વજન આશરે 36 કિલો મવડી ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી ચોરેલ તથા ગોંડલ રસ્તા ઉપર આવેલ એક ગોડાઉનમાંથી એક લેનાવો કંપનીનું લેપટોપ મળી કુલ કિંમત રૂ.1,22,610 નો મુદામાલ પોતે તસ્કરી કરેલની કબૂલાત આપતો હોય આશિકભાઈ વિકાણી રહે. પેડક વિસ્તાર વાંકાનેર હાઇવે નવા પુલ નજીક ઝુપડામાં રાજકોટ વાળાને પકડી પાડી પ્ર.નગર પોલીસ સ્ટેશને તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશને તથા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી ભેદ ઉકેલી નાખ્યો છે.