લેબર કોન્ટ્રાક્ટરોએ મજૂરોને પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયવગેરે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડીને ફરમાવવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ ઔદ્યોગિક એકમો,  બાંધકામની જગ્યાઓ, ઈંટના ભઠ્ઠાઓ, ખાણો ખાતે મજૂરી કરતા મજૂરોને લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની રહેશે.

આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૭/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

અંજના ભટ્ટી                                                                        ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦