23 તારીખે મુખ્યમંત્રી ના હસ્તે ભુજ માં 500 કરોડ જેટલાં વિકાસકામો ના ખાતમુહૂર્ત

આગામી તારીખ 23/11 ના ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છ પધારી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર ની સાથે જિલ્લા ભાજપ પણ ઉત્સાહભેર મુખ્યમંત્રી ને આવકારવા આતુર છે.

આગામી તારીખ 23/11 રવિવાર ના દિવસે ભુજ ખાતે આવતા મુખ્યમંત્રી શ્રી ના હસ્તે ભુજના રિંગ રોડ, ભુજ મુન્દ્રા રોડ રિસરફેસીંગ સહિત અંદાજિત 500 કરોડ ના કામો ના ખાતમુહૂર્ત કરવામાં આવશે.
કચ્છ આવતા મુખ્યમંત્રી ને આવકારવા તંત્ર દવારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દવારા પણ મુખ્યમંત્રી ને આવકારવા જિલ્લા ભાજપ કર્યાલયે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ માં આયોજન બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી વધુમાં વધુમાં લોકો આ કાર્યક્રમ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ એ ઉપસ્થિત સૌને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વધુમાં વધુ લોકો ને જોડવા જણાવ્યું હતું.

પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા એ કચ્છ આવતા મુખ્યમંત્રી ને આવકારવા માટે તમામ તૈયારીઓ સારી રીતે થાય અને ક્યાય કચાસ ના રહે તે જોવા જણાવ્યું હતું.

ભુજ વિધાનસભા ધારાસભ્ય કેશુભાઈ પટેલે આ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે હંમેશા કચ્છ માટે ખુલ્લા હાથે ગ્રાન્ટો ફાળવી છે ત્યારે ભુજ ના હૃદય સમા રિંગ રોડો માટે મોટી રકમ ફાળવવા બદલ તેમનું વિશિષ્ટ સન્માન કરવા જણાવ્યું હતું. સાથે સાથે અપેક્ષિત સૌને પોતાની જવાબદારી સમજી કાર્યક્રમને સફળ બનાવવા માટે કામેં લાગી જવા ખાસ સૂચના આપી હતી.

આયોજન બેઠકમાં જિલ્લા પંચાયત ના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય,જિલ્લા સંગઠનના ડો. મુકેશભાઇ ચંદે, જયંતભાઈ માધાપરીયા,શીતલભાઈ શાહ,રાહુલભાઈ ગોર,વાલજીભાઇ ટાપરીયા, પ્રફુલસિંહ જાડેજા, વિજુબેન રબારી, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી,તાલુકા ભાજપના પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, શહેર પ્રમુખ મિતભાઈ ઠકકર, વિવિધ મોરચાના તાપસભાઈ શાહ,અશોક હાથી, પરસોતમભાઈ પટેલ, આમદભાઈ જત,માવજીભાઈ ગુંસાઈ, મંડળના હોદેદારો,જિલ્લા પંચાયત ના સભ્યો, નગરપાલિકા ના કાઉન્સિલરો, મહિલા મોરચા ના બહેનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય એ કર્યું હતું જયારે આભાર વિધિ રાહુલભાઈ ગોરે કરી હોવાનું
કચ્છ જિલ્લા ભાજપ ના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદીમાં જણાવાયું હતું.