ધ્રબમાં ઓફિસ પર ગોદામની દીવાલ પડતાં 31 વર્ષીય યુવાનનું મોત
copy image

ધ્રબમાં ઓફિસ પર ગોદામની દીવાલ પડતાં 31 વર્ષીય યુવાને જીવ ખોયો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 18/11ના રાતના સમયે ધ્રબના ન્યૂ પોર્ટ રોડ પર આવેલી એમ પોર્ટ હોટેલની પાછળ આવેલા કાસમ રસીદ તુર્કના રૂમ પર હતભાગી એવો મોનુ પટેલ સૂત્રો હતો તે દરમ્યાન ઓફિસની પાછળ આવેલા ગોદામની દીવાલ ઓફિસ પર પડતાં દીવાલ નીચે દબાઈ જતા આ યુવાન ગંભીર રીતે ઘાયલ થયેલ હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનનું ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.