સુખપર ગામની દીકરી જયશ્રીએ તનતોડ મહેનત કરી પોતાનું ફિઝિકલ ફિટનેસ બતાવી કેમ્પમાં સિલેક્ટ થઈ સક્સેસફૂલ પેરા જમ્પ પણ પૂર્ણ કર્યો

કેરા ખાતે આવેલ એચ.જે.ડી. ઇન્સ્ટિટ્યૂટ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના સાતમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી સુખપર ગામની હિરાણી જયશ્રી રમેશ જે એન.સી.સી. નેવલ વિંગ પણ જોઈન કરેલું હતું, જેના ઘણા કેમ્પો પૈકીનો એક એવો કેમ્પ કે જેમાં ભાગ લેવો દરેકનું સ્વપ્ન હોય છે. એ કેમ્પ છે પેરા બેઝિક કોર્સ જે આગરા ખાતે પેરા ટ્રેનિંગ સ્કૂલ ખાતે યોજાયો હતો આ કેમ્પમાં આખા ભારતમાંથી કુલ 60 સ્ટુડન્ટ જ ભાગ લઈ શકે છે. પસંદગી પામેલા કેડેટને 20 દિવસની ટ્રેનિંગમાં પાસ થઈ ફિઝિકલ ફિટનેસ બતાવી પછી એને ઇન્ડિયન એરફોર્સ ના પ્લેનમાં બેસી અને 1500 ફૂટ ઉપર થી પેરાશુટ સાથે જમ્પ કરવાની તક મળે છે. સ્ટુડન્ટ લાઈફ ની અંદર આવી તક ભાગ્યે મળે છે.
સુખપર ગામની દીકરી જયશ્રીએ તનતોડ મહેનત કરી પોતાનું ફિઝિકલ ફિટનેસ બતાવી અને આ કેમ્પમાં સિલેક્ટ થઈ અને એણે સક્સેસફૂલ પેરા જમ્પ પણ પૂર્ણ કરેલ છે. જયશ્રીના માતા-પિતાને પણ ધન્યવાદ છે કે તેઓએ પોતાની દીકરીને લાંબા સમય સુધી કુટુંબથી દૂર કેમ્પમાં જવા દઈ અને તેણીને સપોર્ટ કર્યો એ પણ બહુ મહત્વની વાત છે
રિપોર્ટ, રવિલાલ હિરાણી કેરા