દેશલપરના વાડામાંથી 53 હજારના દારૂના જથ્થા સાથે એક ઈશમની થઈ ધરપકડ
copy image

રાપર ખાતે આવેલ દેશલપરના વાડામાંથી 53 હજારના દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, દેશલપરમાં રહેનાર રામદેવસિંહ અભયસિંહ વાઘેલા નામના ઈશમે પોતાના કબ્જાના વાડામાં દારૂ સંતાડીને રાખેલ છે. મળેલ બાતમીના આધારે બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી કુલ રૂા. 53,070નો શરાબનો જથ્થો પકડી પાડ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ વાડામાંથી પોલીસે આરોપી શખ્સને રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.