માંડવી ખાતે પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાયું
માંડવી તાલુકાના પૂર્વ સૈનિકો, સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓ અને તેઓના આશ્રિતોનું પૂર્વ સૈનિક
સંમેલન મામલતદાર કચેરી સભાખંડ, માંડવી ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં નિયામક, સૈનિક
કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજ્યનાં પ્રતિનિધિ શ્રી અશોકસિંહ ઝાલા, આર્મી સ્ટેશન હે. ભુજ
પ્રતિનિધિ હવાલદાર સંજય સાહુ, તાલુકા નાયબ મામલતદાર, માંડવી શ્રી ત્રિકમભાઈ દેસાઈ અને આ
સંમેલનનાં ભોજનદાતા, સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓ અને સ્વ. સૈનિક પરિવારના સંતાનને ભેટ
આપનાર દાતા, બિદળા સર્વોદય ટ્રસ્ટનાં શ્રી મંગલભાઈ સંગાર અને ત્રિમાસિક સમિતિના હોદ્દેદારો
હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મદદનીશ જિ.સૈનિક કલ્યાણ અધિકારીશ્રી, એચ. એન. લીમ્બાચીયાએ કેન્દ્ર
સરકાર અને રાજ્ય સરકાર તથા રાજ્ય સૈનિક બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને પૂર્વ
સૈનિકોના પુનઃરોજગાર બાબતે ડી.જી.આર, આર્મી પ્લેસમેન્ટ અને અન્ય રોજગાર સંબંધિત વિગતોની
વિસ્તૃત માહિતી આપી હતી તથા પૂર્વ સૈનિકોને લાગુ પડતા વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ વિશે સમજ
આપી હતી. આ પ્રસંગે જણાવ્યું હતું કે આ સુવિધાઓથી માહિતી અને કામગીરીમાં સરળતા અને
પહોંચ વિસ્તારી છે સાથે કેટલાક પડકારો છે જેમાં સચેત રહેવા જણાવ્યું હતું. ICICI બેન્કના પ્રતિનિધિ
શ્રી સુનીલ ચૌહાણ દ્વારા સ્થળ પર જ ડિજિટલ હયાતી પ્રમાણપત્ર અને સ્પર્શ માહિતી કેન્દ્રની સુવિધા
ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા આરોગ્ય કચેરીનાં ડો. દર્શન પટેલ અને તેની ટીમ
દ્વારા હાજર રહેલ સૌ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને
વધુમાં, સુપ્રિમ કોર્ટના નિર્દેશોથી સેવારત સૈનિકો, નિવૃત સૈનિકો અને તેઓના પરીજનોનાં કાનુની
પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત થયેલ વીર પરિવાર સહાય યોજના – ૨૦૨૫ બાબતે લાભકારી
માહિતી, જિલ્લા કાનુની સત્તા મંડળના પ્રતિનિધિ, એડવોકેટ શ્રી પ્રવીર ધોળકિયા દ્વારા આપવામાં
આવેલ હતી.
આ કાર્યક્રમમાં કચેરીના સ્ટાફ, સંજય પંડ્યા, બિસ્મિલ્લાહખાન પઠાણ, ભાવિષાબેન અજુડિયા,
જ્યોતિ દરબારા સિંહ અને રીન્કુબેન જોષીએ હાજર રહી કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.