માંડવી તાલુકામાં માર્ગ નવીનીકરણની પૂરજોશમાં થતી કામગીરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ રોડ રસ્તાની રિસર્ફેસિંગ અને સમારકામની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે, માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના નાની ભાડાઈ થી મોટી ભાડાઈને જોડતા ૨.૦૦ કિ.મી. લંબાઈના માર્ગનું નવીનીકરણ કરવા માટે ગામના સરપંચ અને આગેવાનો દ્વારા ધારાસભ્યશ્રી તેમજ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી. આ માર્ગનું નવીનીકરણ માટે મુદ્રા-માંડવીના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે એ સરકારમાં રજૂઆત કરતાં, ગુજરાત સરકાર દ્વારા નાની ભાડાઈથી મોટી ભાડાઈ ગ્રામ્યમાર્ગના નવીનીકરણ માટે ૭૦.૦૦ લાખ જેટલી રકમ મંજૂર કરવામાં આવેલ હતી. મંજૂર થયેલા માર્ગનું કાર્ય જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ માંડવી-કચ્છ દ્વારા શરૂ કરવામાં આવતા ખેડૂતો વિદ્યાર્થીઓ તેમજ રહેવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે. આ કાર્ય નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે. આ કાર્ય પૂર્ણ થતાં સ્થાનિક ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું માર્ગ
પરિવહન વધુ સુરક્ષિત અને સરળ બનશે.