જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સના કેડેટસે સૌ પ્રથમ વખત આગ્રામાં પેરાશેઇલિંગની તાલીમ લીધી

એનસીસીમાં સાહસિકતા, સતર્કતા શિસ્ત અને નેતૃત્વના ગુણો વિકસાવવાના ભાગરૂપે તાજેતરમાં જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સ અંતર્ગતના આર્મી તથા નેવી એનસીસી કેડેટ્સ દ્વારા સૌપ્રથમ વખત આગ્રામાં આર્મી પેરા ટ્રેનિંગ સ્કૂલમાં પેરાશેઇલિંગની રોમાંચક તાલીમ લેવામાં આવી હતી.

પેરાજમ્પિંગમાં AN 32 હવાઈ જહાજ દ્વારા 1500 ફૂટની ઊંચાઈએથી કૂદવાની આ તાલીમમાં ભુજના 36 એનસીસી બટાલિયનનાં કેડેટ ઓધેજા અમાનત અને ૫ નેવલ યુનિટની કેડેટ જયશ્રી તથા ગાંધીધામનાં ૬ નેવલ યુનિટની કેડેટ હેમા શર્માએ ૪ નવેમ્બર થી ૨૪ નવેમ્બર ૨૦૨૫ સુધી તાલીમ લીધી હતી.