માધાપરની સોસાયટીમાં થયેલ મારામારી અંગે ફોજદારી
copy image

ભુજ તાલુકાનાં માધાપરમાં કેવલ હોમ્સ સોસાયટીમાં થયેલ મારામારીનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત તા. 22/11ના રોજ આ સોસાયટીમાં થયેલ મારામારી અંગે ઈન્દિરાબેન કિશોરગિરિ ગોસ્વામી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આ બનાવના આરોપી ઈશમે ફરિયાદીના ઘરમાં ઘૂસી ગાળો આપી માર મારી મોબાઈલ તોડી નાખી, છરી વડે ઈજા પહોંચાડી હતી ઉપરાંત આરોપીના પત્નીએ પણ ફરિયાદીના દીકરાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.