“માંડવી મરીન પોલીસ સ્ટેશન ગ.ર.નં. ૦૦૬૩/૨૦૨૫ કામે આરોપીઓની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં સી પાર્ટ ગુ.ર.નં. ૦૦૬૩/૨૦૨૫ ગુજરાત નશા બંધી અધિનિયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ ૨૦૧૬ ની કલમ ૬૫(એ) (ઈ),૮૧,૮૩, ૧૧૬ (બી),૯૮(૨) તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૧(૨)(બી), ૧૧૧(૩),૧૧૧(૪) મુજબના ગુન્હા કામેના આરોપીઓ (૧) યુવરાજસિંહ વજુભા જાડેજા (૨) જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા મંગલસિંહ સોઢા વાળા સહિત અન્ય આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયેલ.

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત ગુના કામેના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે ઉપરોક્ત ગુનાની તપાસ કરનાર અધિકારીશ્રી એચ.આર.જેઠી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભુજનાઓએ આરોપીઓ (૧) યુવરાજસિંહ વજુભા જાડેજા ઉ.વ.૩૨ રહે ત્રગડી તા.માંડવી (૨) જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા સ/ઓ મંગલસિંહ સોઢા રહે ખાનાય સોઢા કેમ્પ તા.અબડાસા હાલે રહે.નિલકંઠનગર, માંડવી-ભુજ હાઇવે માંડવી (૩) દિવ્યરાજસિંહ ઉર્ફે દેવુભા સ/ઓ સુરેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૨૪ રહે. ત્રગડી તા.માંડવી (૪) મનોજસિંહ ઉર્ફે મેહુલસિંહ સ/ઓ ચંદુભા ઝાલા ઉ.વ.૨૬ રહે હાલે ત્રગડી તા.માંડવી મુળ રહે ભેયડા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાઓનો જ્યુડિશીયલ કસ્ટડીમાંથી કબ્જો સંભાળી માંડવી મરીન પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં. ૦૦૬૩/૨૦૨૫ ના કામે ધોરણસર અટક કરેલ છે અને ગુનાની તપાસ ચાલુમાં છે.

  • આરોપીઓ
  • યુવરાજસિંહ વજુભા જાડેજા ઉ.વ.૩૨ રહે.ત્રગડી તા.માંડવી
  • જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા સ/ઓ મંગલસિંહ સોઢા રહે.ખાનાય સોઢા કેમ્પ તા.અબડાસા હાલે રહે નિલકંઠનગર, માંડવી-ભુજ હાઇવે માંડવી
  • દિવ્યરાજસિંહ ઉર્ફે દેવુભા સ/ઓ સુરેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૨૪ રહે. ત્રગડી તા.માંડવી

મનોજસિંહ ઉર્ફે મેહુલસિંહ સ/ઓ ચંદુભા ઝાલા ઉ.વ.૨૬ રહે હાલે ત્રગડી તા.માંડવી મુળ રહે.ભેચડા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર