અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી દુર્ગાપુરથી ઝડપાયો
copy image

સૂત્રો જણાવી રહ્યા છે સગીરાનાં અપહરણના ગુનામાં ત્રણ માસથી નાસતા ફરતા આરોપી ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણા પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અપહરણના ગુનાનો નાસતો-ફરતો આરોપી ઈશમ માંડવીના દુર્ગાપુર વાડી વિસ્તારમાં હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી આરોપી ઈશમને દબોચી લઈ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.