દેવપર યક્ષના યુવાને જંતુનાશક દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો
copy image

નખત્રાણા ખાતે આવેલ દેવપર યક્ષના 21 વર્ષીય યુવાને જંતુનાશક દવા પી જતાં જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, હતભાગી એવો જયેશ વેલજીભાઈ કોલી તેની પત્નીનાં અવસાન બાદ સતત માનસિક તણાવમાં રહેતો હતી અને જેના ગત તા. 24-11ના સાંજના અરસામાં વાડીએ જંતુનાશક દવા પી લીધી હતી. બનાવ અંગે જાણ થતાં તાત્કાલિક આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.