લાખણીયા અને તેરા પુલ નિર્માણની કામગીરી પ્રગતિમાં

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચના અનુસાર રાજ્ય સરકાર અને માર્ગ–મકાન વિભાગ દ્વારા રોડ બ્રિજ નેટવર્કને મજબૂત બનાવી “Ease of Transportation” વધારવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે કચ્છમાં નખત્રાણા તાલુકાના રવાપર–નેત્રા–તેરા રોડ પર લાખણીયા અને તેરા પુલના નિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે. લાખણીયા અને તેરા પુલની કામગીરી પ્રગતી હેઠળ છે અને ટૂંક જ સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ બ્રિજ બનવાથી સ્થાનિકો તથા વાહનચાલકોને લાભ મળી રહેશે તેમજ વરસાદી મોસમના અવરોધ દૂર થશે. રોજિંદી અવરજવર વધુ સુરક્ષિત અને આરામદાયક બની રહે તે માટે તંત્ર નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યું છે.