ભુજ તાલુકાના હરીપર નજીક આવેલા ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં. ૩ ખાતે આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટીસ યોજાશે

        ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં. 3 ઉપર તા.૨૭ નવેમ્બરથી ૦૧ ડિસેમ્બરના રોજ 11 MADRAS ના તાબા હેઠળની આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટીસ યોજવામાં આવનારી છે.

        જેથી આ તમામ ફાયરિંગ રેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.