ભુજ તાલુકાના રૂદ્રમાતા નોખાણીયા ફાયરિંગ રેન્જ ખાતે પોલીસ ફાયરિંગ પ્રેક્ટીસ યોજાશે

    ભુજ તાલુકાના રૂદ્રમાતા નોખાણીયા ફાયરિંગ રેન્જ ખાતે તા ૨૭થી ૩૦ નવેમ્બર સુધી મરીન ટાસ્કફોર્સ, ગાંધીધામ, કોટેશ્વર, જખૌ, માંડવી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની છ માસિક ફાયરિંગ પ્રેક્ટિસ યોજવામાં આવનારી છે.

        જેથી આ ફાયરિંગ રેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.