ધાણેટી નજીક એક્ટિવા અને ડમ્પર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં આધેડનું મોત

copy image

copy image

ભુજ ખાતે આવેલ નવી ધાણેટીના કાચા માર્ગે એક્ટિવા અને ડમ્પર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ધાણેટીના 45 વર્ષીય આધેડનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ નાડાપા બાજુ વાડી વિસ્તારમાં મજૂરીકામ કરનાર ભરતભાઇ ભાનુશાલી એક્ટિવા લઇ નવી ધાણેટીના કાચા માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે ડમ્પરના ચાલકે તેમને હડફેટે લેતા ગંભીર ઇજાઓના પગલે તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.