ગાંધીધામ ચેમ્બરની કાર્યવાહક સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો

કાર્યવાહક સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ ચેમ્બર પ્રમુખ મહેશ પૂંજએ જાહેર કરી દીધો છે. ત્યારે માહિતી મળી રહી છે કારોબારી સમિતિ દ્વારા આ કાર્યક્રમને મંજૂરી આપી દેવાઈ છે. માનદ્ મંત્રી મહેશ તીર્થાણીના જણાવ્યા અનુસાર ઉમેદવારી પત્રક અને ચૂંટણી સંબંધિત સાહિત્ય 5 ડિસેમ્બરથી ચેમ્બર કાર્યાલય અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર છે. આ ચૂંટણી માટે મતદાન 28 ડિસેમ્બરના રોજ સવારે 8થી 1 વાગ્યા સુધી ચેમ્બર ભવન ખાતે યોજાશે, અને તે જ દિવસે બપોરે ૩ વાગ્યાથી મતગણતરી કરી પરિણામ જાહેર કરાશે. ચૂંટણી પ્રક્રિયાના સંચાલન માટે પ્રિસાઇડિંગ રિટર્નિંગ ઓફિસર તરીકે વાચોનિધિ આર્યની નિમણૂક કરવામાં આવી છે.