ગાંધીધામમાંથી 35 હજારના શરાબના જથ્થા સાથે એકની ધરપકડ
copy image

ગાંધીધામમાંથી 35 હજારના શરાબના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ,પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કાર્ગો પીએસએલ ઝૂંપડાં વિસ્તારમાં ધીરજ મથુરાય યાદવ નામનો શખ્સ પોતાના કબ્જાના રૂમમાં દારૂનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી શરાબની 25 બોટલ અને બીયરનાં 10 ટીન સાથે આરોપી ઈશમને અટક કરી હતી. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.