લાકડિયામાં પવનચક્કીઓમાંથી 91 હજારની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ લાકડિયા વિસ્તારમાંની પવનચક્કીઓમાંથી 91 હજારની તસ્કરી કરી અજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ ગયેલ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ગત તા.19/11ના રાતના સમયે કોઈ અજાણ્યા ચોર ઈશમો ત્યાં આવેલ અને અહીથી વનરાજ એગ્રો કંપનીની પવનચક્કીમાંથી ટ્રાન્સફોર્મર ખોલી એક લાખ કરતાં વધુનું નુકસાન પહોંચાડીને ઉપરાંત 150 કિલોગ્રામ કોપર વાયર કિં રૂા. 75 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.