સામખિયાળીમાં એક યુવાન પર બે શખ્સોનો હુમલો

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં એક યુવાન પર બે શખ્સોએ હુમલો કરી દેતાં મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે નવિનભાઈ બાબુભાઈ પાયણા દ્વારા પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ  પી.બી. છાડવા હાઈસ્કૂલના પાછળના ભાગે ચાર રસ્તા પર ફરિયાદી પોતાની ગાડી લઈને ઊભા હતા તે સમયે આરોપી શખ્સો ત્યાં આવેલ અને તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા મુદ્દે બોલાચાલી કરી ઉપરાંત છરી વડે હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસે આરોપી ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.