આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા નવીન શરૂ કરવામાં આવેલ કૃષિ યાંત્રીકરણ યોજના મીની ટ્રેક્ટર ખરીદી માટે સહાય આપવામાં આવશે

કચ્છ જિલ્લાના બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા નવીન શરૂ
કરવામાં આવેલ કૃષિ યાંત્રીકરણ યોજના હેઠળ ૧.) મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં) ખરીદી માટે એકમ ખર્ચના ૨૫%
અથવા મહત્તમ ૭૫૦૦૦/- રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે. સદર મીની ટ્રેક્ટરની ખરીદી સાથે મીની રોટાવેટર તથા મીની
કલ્ટીવેટર સાધનો પૈકી ઓછામાં ઓછા કોઇ એક સાધનની ખરીદી પર સહાય મળવા પાત્ર રહેશે. ૨.) રોટાવેટર (મીની) ખરીદી
માટે એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂપિયા ૪૦૦૦૦/- સહાય મળવા પાત્ર રહેશે. ૩.) કલ્ટીવેટર (મીની) ખરીદી માટે
એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂપિયા ૧૦૦૦૦/- સહાય મળવા પાત્ર રહેશે. ૪.) ટ્રેઇલર (મીની) ખરીદી માટે એકમ
ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂપિયા ૪૦૦૦૦/- સહાય મળવા પાત્ર રહેશે. ૫.) પાણીનું ટેંકર (મીની) ખરીદી માટે એકમ
ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂપિયા ૪૦૦૦૦/- સહાય મળવા પાત્ર રહેશે. ઉપરોક્ત સહાયનો લાભ કોઇ પણ લાભાર્થીને
૧૦ વર્ષમાં એક જ વાર મળવાપાત્ર રહેશે. ઉપરોક્ત નવીન ઘટક માટે સહાય મેળવવા તા. ૦૧/૧૨/૨૦૨૫ થી તા.
૧૦/૧૨/૨૦૨૫ સુધી આઇ- ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા માટે ખૂલ્લુ મુકવામાં અવેલ છે. આ બાગાયતી સહાય
મેળવવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી જરૂરી પુરાવા અરજી સાથે અપલોડ કરવાના રહેશે જેની સર્વે ખેડૂતોએ નોંધ
લેવી. યોજનાની ટૂંકી વિગતો આઇ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે તેમજ વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની
કચેરીએ સંપર્ક કરવો.