ભુજમાં મધુમેહ (ડાયાબિટીસ), સિટીઝન કેર, હરસ-મસા-ભગંદરના આયુર્વેદિક નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન

ભુજમાં આયુષની કચેરી, ગાંધીનગર તથા વૈદ્ય નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા નિ:શુલ્ક મધુમેહ (ડાયાબિટીસ) હરસ-મસા-ભગંદરના નિદાન-સારવાર-સલાહ કેમ્પ, સીનિયર સિટીઝન કેર કેમ્પનું ૩ ડિસેમ્બરને મહિનાના પહેલા બુધવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વરોગ આયુર્વેદિક નિદાન-સારવાર-સલાહ કેમ્પ સવારે ૯:૦૦ થી ૧૨:૩૦, સાંજે ૪:૦૦ થી ૫:૩૦ કલાકે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે યોજાશે.

આ કેમ્પમાં નિ:શુલ્ક બ્લડ સુગર, હિમોગ્લોબીન અને ડાયાબિટીસ ટેસ્ટ, મેદસ્વિતાના દર્દીઓ માટે આયુર્વેદિક/હોમિયોપેથિક ઔષધીય સારવાર, ડાયાબિટીસ, હરસ, મસા, ભગંદરના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર બાબતનું માર્ગદર્શન અને સારવાર આપવામાં આવશે. સીનિયર સિટીઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારનું સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક ઔષધ આપવામાં આવશે તેવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.